એક વખત ભગવાન બુદ્ધ રાજગૃહમાં હતા. લોકોને પોતાના પ્રવચનનો લાભ આપ્યા બાદ
સંધ્યાકાળે બુદ્ધ તેમના શિષ્યો સાથે બેસીને વિવિધ વિષયો પર ચર્ચા કરતા
રહેતા હતા. આમ કરવાથી શિષ્યોના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થતી અને બુદ્ધ પણ
તેમના શિષ્યોનું બૌદ્ધિક સ્તર જાણી શકતા હતા.
એક દિવસ અચાનક તેમણે એક સવાલ કર્યો કે સૌથી ઉત્તમ જળ કર્યું છે? એક
શિષ્યએ તુરંત જ જવાબ આપ્યો કે ગંગાજળ. બીજો શિષ્ય બોલ્યો, જમીન પર પડતું
વરસાદનું પ્રથમ પાણી. ત્રીજા શિષ્યે જણાવ્યું કે વહેલી સવારે પડતાં
ઝાકળના બિંદુઓ. બુદ્ધને આ જવાબથી પણ સંતોષ થયો નહીં.
ચોથા શિષ્યની દ્રષ્ટિએ ખોવાઈ ગયેલા પુત્રને મળ્યા બાદ માની આંખોમાંથી
વહેતા અશ્રુ સૌથી ઉત્તમ જળ હતું, તો પાંચમા શિષ્યના અનુસાર છેતરપિંડીથી
એકઠું કરેલું ધન જોઈને મરણપથારીએ પડેલા ધનવાનની આંખોમાંથી પશ્વાત્તાપ
સ્વરૂપે નીકળતા અશ્રુથી ઉત્તમ બીજું કોઈ જળ ન હોઈ શકે. બુદ્ધે ફરીથી ના
પાડી અને બોલ્યા કે શું આનાથી પણ વધુ વંદનીય અને પવિત્ર જળ પણ છે ?
ઘણા સમયથી ચૂપચાપ બેઠેલો શિષ્ય આનંદ બોલ્યો, ઉનાળો, શિયાળો અને વરસાદમાં
રાત-દિવસ કઠોર મહેનત કરીને અમારા માટે અનાજ પેદા કરનારા ખેડૂતના
પરસેવાનું પાણી. આ જવાબ સાંભળીને બુદ્ધના ચહેરા પર સંતોષની લહેર દોડી ગઈ
અને તેમણે આનંદને આશીર્વાદ આપ્યા.
આ પ્રસંગ મહેનતની મહત્વતાનો બતાવે છે. જીવનમાં સફળતાનાં ઉચ્ચ શિખરો સર
ત્યારે જ કરી શકાય જ્યારે વ્યક્તિ સંપૂર્ણ ઉત્સાહ સાથે મહેનત કરે. મહેનત
દ્વારા કરવામાં આવેલું દરેક કર્મ હંમેશાં લાભદાયક જ હોય છે
Brain Treaser By Vishvam
Brain Teasers!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment